ગુજરાત
News of Tuesday, 24th November 2020

સુરતમાં અભ્યાસના ટેંશનમાં આવી જુદા જુદા બે બનાવમાં બે વિદ્યાર્થીઓએ ફાસો ખાતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરમાં ભણવાના ટેન્શનમાં સચિનમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની હોવાની શક્યતા છે, જ્યારે બીજા બનાવમાં પુનામાં ધોરણ 12ની વિદ્યાર્થીની ટેન્શનમાં આવી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

સ્મીમેર હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ મૂળ તાપી જિલ્લાના સોનગઢની અને હાલમાં પુણા કુંભારીયા રોડ પર ડુંભાલ નજીક રેતી 18 વર્ષીય જાગૃતિ અમીશ ભાઈ વસાવા સોમવારે સવારે ઘરમાં છાપરાના લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે જાગૃતિ વતનમાં ધોરણ-12માં અભ્યાસ કરતી હતી. જોકે લોક ડાઉન બાદ સુરત ખાતે રહેતા માતા-પિતાના ઘરે આવી હતી. તેને કોઈ કારણ સર ટેન્શન હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તે બે ભાઈની લાડકવાયી બહેન હતી તેના પિતા મજૂરી કામ કરે છે. આ અંગે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:04 pm IST)