ગુજરાત
News of Tuesday, 24th November 2020

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં દારૂની મહેફિલ માણી કર્ફ્યુ જોવા જવું શખ્સને ભારે પડ્યું

વડોદરા: શહેરના નવાયાર્ડ વિસ્તારમાં કરફ્યૂની મજા લેવા જવાનું છ મિત્રોને ભારે પડયું હતું અને તેમને પોલીસ કસ્ટડીમાં જવાનો વખત આવ્યો હતો.

શહેરમાં કોરોનાના કેસો અટકાવવા માટે રાત્રિ કરફ્યૂની જાહેરાત કરાતાં પોલીસ દ્વારા ઠેરઠેર નાકાબંધી કરાવીને તેનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે.

આ દરમિયાન નિઝામપુરા એસ આર પેટ્રોલપંપ પાસે ફરવા નીકળેલા છ યુવકોને પોલીસે અટકાવી પૂછપરછ કરતાં તેમણે ગોળગોળ જવાબો આપ્યા હતા.કરફ્યૂનો માહોલ જોવા નીકળેલા તમામ મિત્રોને પોલીસે અટકમાં લીધા હતા.

(5:02 pm IST)