ગુજરાત
News of Tuesday, 24th November 2020

વડોદરામાં અગાઉ ઝડપાયેલ ડુપ્લીકેટ માર્કશીટના કૌભાંડમાં પીસીબીની ટીમે ભેજાબાજ સંચાલકની ધરપકડ કરી

વડોદરા:શહેરમાં ઝડપાયેલા ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડમાં પીસીબીની ટીમે મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી નામની સંસ્થાના ભેજાબાજ સંચાલકની મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી ઝડપી લીધો હતો. તેની પૂછપરછ તેની પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપનાર વધુ ત્રણ શખ્સ પીસીબીના હાથે ઝડપાયા છે. ભેજાબાજો એ કેટલા લોકોને ડુપ્લીકેટ માર્કશીટ અને ડિગ્રી બનાવી આપી છે અને તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાની પીસીબીની ટીમે ગત 7મી તારીખે ઝડપાયેલા સટ્ટોડીયાના મિત્ર નોયલ ઉર્ફે નોવેલ અરોરાએ મોબાઈલમાં મોકલેલા માર્કશીટના ફોટાના આધારે બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ ગુનામાં પોલીસે નોવેલ પરેરાના મિત્ર જીગર રમેશ ગોગરાને ઝડપી પાડી તેની પાસેથી માર્કશીટ જપ્ત કરી હતી. જેની ખરાઈ કરતા તે બોગસ હોવાનું સપાટી પર આવ્યું હતું. આ બનાવની તપાસમાં પોલીસે મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી નામની ખોટી સંસ્થા ઉભી કરનાર મહારા

(5:00 pm IST)