ગુજરાત
News of Tuesday, 24th November 2020

વલસાડ એલસીબીએ પારડીથી રૂ. 33 હજારના દારૂ સાથે કાર ઝડપી પાડી

ભાવનગરના અશોક ભીખા માણીયા અને રાજકોટના હાર્દિક પ્રેમજી ગેવરિયાને પકડી પાડ્યા: એક વોન્ટેડ જાહેર

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ એલસીબીએ પારડી પોલીસ સ્ટેશન વિસ્તારના પરિયારોડ પરથી એક કાર અટકાવી તેમાંથી રૂ. 33 હજારનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. તેમજ કારમાં સવાર બે આરોપીઓને પણ પકડી પાડ્યો છે. વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ ડી. ટી. ગામિતની આગેવાનીમાં હેડ કોન્સ્ટેબલ વિજય માધવરાવ, કોન્સ્ટેબલો મહેન્દ્રદાન ઝીલુભા, રીતેશ ચીમનભાઇ, હરદેવસિંહ રણજીતસિંહે બાતમીના પગલે પરિયા રોડ પર નાકાબંધી હાથ ધરી હતી. આ નાકાબંધીમાં તેમણે પરિયા રોડ પરથી પસાર થતી એક કાર નં. GJ01HR2034 ને અટકાવી તેની જડતી લીધી હતી. જેમાંથી તેમને દારૂની 30 બોટલ કિં. રૂ. 33 હજારની મત્તાની મળી આવી હતી. જેના પગલે પોલીસે કારમા સવાર ભાવનગરના અશોક ભીખા માણીયા અને રાજકોટના હાર્દિક પ્રેમજી ગેવરિયાને પકડી પાડ્યા હતા. જ્યારે તેમણે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

(1:12 pm IST)