ગુજરાત
News of Tuesday, 24th November 2020

અમદાવાદમાં વધતાં પ્રદૂષણના કારણે ભારે માલ વાહક વાહનોને પ્રવેશબંધી

ભાર વાહક વાહન સવારે 8 કલાકથી રાત્રે 9 કલાક સુધીમાં પ્રવેશ કરી શકશે નહીં.

અમદાવાદમાં કોરોનાના કેસ સાથે પ્રદૂષણ પણ વધી રહ્યું છે ત્યારે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં હવેથી ભાર વાહક વાહનની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી બાહેંધરી અનુસાર અમદાવાદ શહેરમાં હવેથી ભાર વાહક વાહન શહેરમાં સવારે 8 કલાકથી રાત્રે 9 કલાક સુધીમાં પ્રવેશ કરી શકશે નહીં. એટલે કે શહેરમાં ટ્રેકટર, ટ્રક અને અન્ય ભારે વાહનના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. આ સિવાય આરટીઓના કામ માટે આવતા વાહનો માટે સવારે 10થી સાંજના 6 કલાક સુધી છૂટ આપવામાં આવી છે.

(12:53 pm IST)