ગુજરાત
News of Sunday, 24th October 2021

નાંદોદના વિરપોર ત્રણ રસ્તા પાસે બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થતા 02 વ્યક્તિઓને ઇજા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વિરપોર ગામના ત્રણ રસ્તા પાસે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજા થતાં ફરીયાદ નોંધાઈ છે
મળતી માહિતી મુજબ અનીલભાઇ સુકનભાઇ વસાવા (રહે.આમલેથા નવીનગરી તા.નાંદોદ)ની ફરીયાદ અનુસાર તારોખ 23 ઓક્ટોમ્બરે સાંજે ચાર વાગે વિરપોર ત્રણ રસ્તા પાસે હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર.GJ-22- M-0450ના ચાલકે પુર ઝડપે ચલાવી લાવી અચાનક રોડ ઉપર આવી અનિલભાઈની એવેન્જર મોટર સાયકલ નંબર. GJ-22-K-9675 સાથે એકસીડન્ટ કરી અનિલભાઈ તેમજ જગદીશભાઇ જશવંતભાઇ વસાવાને ઇજાઓ કરી મોટર સાયક્લ સ્થળ ઉપર મુકી નાશી જઇ ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે

(11:24 pm IST)