ગુજરાત
News of Saturday, 24th October 2020

રાજપીપળામાં મજુરીના બાકી નાણાં બાબતે કોન્ટ્રાક્ટરને ટિફિન મારી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા કાળીયાભુત પાસે જી..બી ઓફીસના કમ્પાઉડમાં ઉભેલા કોન્ટ્રાક્ટર ભાર્ગવભાઈ મનહરભાઈ પંચાલ (રહે.સુરત) ને વિજયભાઈ દિનેશભાઈ વસાવા રહે.વડીયા રાજપીપલા ને જણાવ્યું કે મારી મજુરીના નીકળતા નાણા અમોને ચુકવીદો તેમ કહેતા ફરીએ વિજયને જણાવેલ કે અમારા કામકાજ માં તમે ગોટાળો કરેલ છે. તેનો હિસાબ પહેલા જણાવો તેમ કહેતા કામના વિજય  ઉશકેરાઈ જઈ તકરાર કરી હાથમાનુ ટીફીન ભાર્ગવભાઈ ના માથા માં મારી ઈજા પોહચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(12:58 am IST)