News of Saturday, 24th October 2020
રાજપીપળા સબજેલમાં બંદીવાન મહિલાને શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન મદદરૂપ બન્યું
(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાની જીતમગર ખાતે આવેલી રાજપીપળા સબજેલ માં અનેક બંદીવાન છે જે પૈકી એક બંદીવાન મહિલાને કપડાંની જરૂર જણાતા જેલરે આ માટે રાજપીપળા સહિત આસપાસના ગામોના જરૂરિયાતમંદોને વારંવાર મદદરૂપ બનતા શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનના સ્વયંસેવકોનો સંપર્ક કરતા આ સંસ્થાએ તુરત આ મહિલાની મદદ માટે પહેલ કરી જીતનગર સબજેલ ખાતે પહોંચી બે જોડી કપડાં આપી મદદ કરી હતી.આ પ્રસંગે જેલર સહિત જેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.અને જેલરે આ માટે અન્નપૂર્ણા ફાઉન્ડેશન ના સ્વયંસેવકોનો આભાર માન્યો હતો
(12:57 am IST)