ગુજરાત
News of Saturday, 24th October 2020

ધાનેરામાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ :લાખો રૂપિયાનું નુકસાન

શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી

ધાનેરા શહેરમાં ભંગારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આ આગ લાગતા આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોડી રાત્રે ફાયર ફાઈટરની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

ધાનેરા શહેરમાં હાઈવે વિસ્તાર પર આવેલા ભંગાણના ગોડાઉનમાં આગ લાગતા ચારે બાજુ આગના ધૂમાડા ઉડતા નજરે પડ્યા હતા. આ આગને જોવા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ આગના કારણે ધાનેરા શહેરમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે આ આગ વધુ ફેલાય નહીં તે માટે સ્થાનિક લોકો દ્વારા આ આગની ઘટનાની જાણ તાત્કાલિક ધોરણે ધાનેરા નગરપાલિકાને કરવામાં આવતા ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ આગનું સ્વરૂપ એટલું વિશાળ હતું કે, તેના પર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટરની ટીમને ભારે જહેમત કરવી પડી હતી. જોતજોતામાં આગનું સ્વરૂપ વિકરાળ થતા ધાનેરા શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જે બાદ અન્ય ફાયર ફાઈટરની મદદથી મોડી રાત સુધી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેમાં ફાયર ફાઈટરના સ્ટાફ દ્વારા ભારે જહેમતથી આ આગને કાબૂમાં લેવામાં આવી હતી.

(8:42 pm IST)