ગુજરાત
News of Saturday, 24th October 2020

ગુજરાતની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની DySP તરીકે નિમણૂંક

દુર્ગાષ્ટમીના પાવન દિવસેમહિલા શક્તિની કદર : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું ટવીટ અભિનંદન આપ્યા : એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ડાંગની સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ જીત્યો

અમદાવાદ : ગુજરાતની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની DySP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 ગુજરાત,દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક કરવામાં આવી છે.

ભારતની ગોલ્ડન ગર્લ ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ સામાન્ય પરિવારમાંથી આવે છે. ભારતને ગોલ્ડ મેડલ અપાવવાની લાંબી સફર કરી હવે ગુજરાતની કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવાના સફર ઉપર જઈ રહ્યા છે. ત્યારે સરિતા ગાયકવાડને ગુજરાત પોલીસમા DYSP તરિકે નિમણૂંક કરવામાં આવી છે. જેથી પોલીસ વિભાગે પણ તેમની નિમણૂંકને આવકારી છે

  ગૃહરાજ્યમંત્રી પ્રદીપિસિંહ જાડેજાએ ટવીટ કરીને કહ્યું કે ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન

(7:55 pm IST)