ગુજરાત
News of Saturday, 24th October 2020

વડોદરાના માંજલપુરમાં આડા સંબંધની શંકા રાખી શ્રમજીવી યુવક પર લોખંડના પાઇપથી જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા: શહેરનામાંજલપુર અલવાનાકા પાસે મનહરનગરમાં રહેતા દિલીપ ગણપતભાઇ માળી પ્લામ્બીંગનું કામ કરે છે. ગઇકાલે સવારે તે લારી પર હતો. તે સમયે શીવો માછી લારી પર આવ્યો હતો શીવાને શંકા હતી કે દિલીપના રેખા નામની મહિલા સાથે સંબંધ છે. તેની રીસ રાખીને શીવા માછીએ દિલીપ પર પાઇપ વડે હુમલો કર્યો હતો. જે અંગે દિલીપે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુર અંબિકા એપાર્ટમેન્ટમાં રહેતા સ્વાતિબેન રામચંદ્ર ઠોમરે ની પાસે તેના ભત્રીજા સંદિપ દત્તારામ ગોરૃલે (રહે. માંજલપુર ગામ) અને સંદિપની સ્ત્રી મિત્ર મનિષએ આવીને ૨૦ હજાર રૃપિયા માંગ્યા હતાં.પરંતુ સ્વાતિબેને રૃપિયા આપવાની ના પાડતા બંન્નેએ સ્વાતિબેનને માર માર્યો હતો. જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

(5:08 pm IST)