ગુજરાત
News of Saturday, 24th October 2020

કોરોના સંક્રમણ પ્રસરે નહીં તે માટે ગાંધીનગરના રૂપાલમાં માતાજીની પલ્લી ન યોજાવાની જાહેરાત બાદ ગામમાં પ્રવેશબંધીઃ જીવનજરૂરી ચીજ વસ્‍તુઓ સિવાય કામ-ધંધા બંધ રહેશે

રૂપાલ: કોરોના મહામારીને ધ્યાનમાં રાખી દેશ-વિદેશમાં જગવિખ્યાત રૂપાલની પલ્લીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યાં છે. નોંધનીય છે કે ગઇ કાલે શુક્રવારના રોજ ડે.સીએમ નીતિન પટેલે અંબાજી ખાતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ગાંધીનગરના રૂપાલમાં માતાજીની પલ્લી નહીં યોજાય. ત્યારે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં આજથી (શનિવાર) ના રોજથી રૂપાલ ગામમાં પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. તારીખ 26મીથી સવારના 6 વાગ્યા સુધી પ્રવેશબંધી કરવામાં આવી છે. જો કે જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહેશે. પરંતુ રૂપાલ ગામમાં કામ-ધંધા બંધ રાખવામાં આવશે.

વહીવટી તંત્ર અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે વાટાઘાટ પણ કરવામાં આવતી. હતી. પરંતુ અંતે રૂપાલમાં માતાજીની પલ્લી કોરોના સંક્રમણને ધ્યાને રાખી નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, હજારો વર્ષ જુની પરંપરા જાળવી રાખીને સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પલ્લી તેના નિયત રૂટ ઉપર યોજવાનું આયોજન તંત્ર દ્વારા થઈ રહ્યું હતું. ત્યારે આ જ સંદર્ભે Dy.CM નીતિન પટેલે અંબાજીમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “રૂપાલમાં માતાજીની પલ્લી નહીં યોજાય.

(4:13 pm IST)