ગુજરાત
News of Saturday, 24th October 2020

ગુજરાતમાં કોરોના ધીમો પડયોઃ ઓકિસજનનો દૈનિક વપરાશ ર૪૦ મેટ્રીક ટનથી ઘટીને ૧પ૩

રાજયમાં રોજ પ૦૦ મેટ્રીક ટન ઉત્પાદનની ક્ષમતાઃ ડો. કોશિયા

રાજકોટ તા. ર૪: રાજયમાં નજીકનાં ભૂતકાળની સરખામણીએ કોરોનાં ધીમો પડતાં તેની સીધી અસર ઓકસીજન-ઇન્જેકશન દવાઓનાં ઉપયોગ પર પડી છે. કોરોનાનું જોર ઘટયું છે જે લોકો અને સરકાર માટે રાહત રૂપ છે.

રાજયનાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનર ડો. એ. જી. કોશિયા એ જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં જયારે કોરોના ગુજરાતમાં એકદમ ઉંચાઇ પર હતો ત્યારે દર્દીઓ માટેનાં ઓકસીજનનો વપરાશ દૈનિક ર૪૦ મેટ્રીક ટન હતો. ઘટીને અત્યારે ૧પ૭ મેટ્રીક ટન જેટલો થયો છે.

ઓકસીજનનો વપરાશ ઘટયો છે. તે બતાવે છે કોરોનાનાં દર્દીઓની સંખ્યા અને ઓકસીજનની જરૂરીયાત ઘટી છે. હાલ રાજયમાં પ૭ કંપનીઓ ઓકસીજન ઉત્પાદન કરે છે જેની પ૦૦ મેટ્રીક ટન ઉત્પાદનની ક્ષમતા છે. હાલ હોસ્પીટલમાં ૪૦૦ અને કંપનીઓ પાસે ૮૦૦ મેટ્રીક ટન મળી કુલ ૧ર૦૦ મેટ્રીક ટન જેટલો ઉપલબ્ધ છે. ઓકસીજન બાબતે ગુજરાતમાં ચિંતાનું કોઇ કારણ નથી.

ઉપરાંત કોરોનાનાં દર્દીઓ માટે વપરાતાં રેમેડીસીવર ઇન્જેકશન અને ફેરી પેરાવીર-ર૦૦ એમ.જી. ગોળીઓની માંગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

(3:43 pm IST)