ગુજરાત
News of Saturday, 24th October 2020

અમદાવાદમાં AMTS બસ અડફેટે મહિલાનું મોત :લોકો રોષે ભરાયા: બસ કર્યો પથ્થરમારો

અમરાઈવાડી મેટ્રો રેલ પોજેકટ પાસે ન્યુ કોટન ચાર રસ્તા પર અકસ્માત

અમદાવાદ : શહેરના અમરાઈવાડી મેટ્રો રેલ પોજેકટ પાસે ન્યુ કોટન ચાર રસ્તા પર AMTSની બસના ચાલકે બેફામ બસ હંકારી એક મહિલાને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટનાથી લોકોના ટોળા એકઠા થયા હતા અને બસ ઉપર પથ્થરમારો કરતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ડ્રાઈવર તથા કન્ડક્ટર ની પુછતાછ કરી હતી

  આ ઘટના અંગે ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે, જ્યારે બસ લાલદરવાજા તરફ જઈ રહી હતી ત્યારે એક સિનિયર સિટીઝન મહિલા અચાનક રોડ ક્રોસ કરી રહી હતી. જે જોઈ તેણે બ્રેક મારી હતી પણ ત્યાં સુધીમાં મહિલા બસના આગળના ટાયર નીચે આવી જતા મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ બસમાં સવાર મુસાફરો માં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે આવી લોકોના ટોળા દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતીઆ ઘટનાને લઈ અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

(10:13 am IST)