ગુજરાત
News of Saturday, 24th October 2020

રાજપીપળા જલારામ ટાઉનશીપમાં બેઠેલા 2 પો.કો.ને ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાની જલારામ ટાઉનશીપમાં વોચમાં બેઠેલા પોલિસ કોન્સ્ટેબલને ધમકી આપી સરકારી કામમાં અડચણ ઉભી કરનાર એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા એલ.સી.બી.ના પો.કો. દુર્વેશ ચંપકભાઇ વસાવા અન્ય પો.કો.યોગેશભાઈ બળદેવભાઈ રાજપીપળા ટાઉનમાં મો.સા.ચોરી તેમજ ઘરફોડ ચોરીઓનું પ્રમાણ વધતા ઉપરી અધિકારીની સૂચનાથી શંકસ્પદ વ્યક્તિઓ પર વોચ રાખવા જલારામ ટાઉન શીપની ઓફીસમાં બેઠા હતા તે વખતે પ્રફુલભાઇ વસાવા નામના વ્યક્તિએ બંને કોન્સ્ટેબલને ઓફીસમાં આવી ગમેતેમ બોલી જણાવેલ કે કોની મંજુરીથી તમો આ ફીસમાં બેઠા છો જેથી બંનેએ નમ્રતાથી જણાવેલ કે અમો સરકારી કામે બેઠા છીએ તેમ કહેતા તેઓ ઉશ્કેરાઇ ગયેલા અને કહેલ કે તમે પોલીસ છો તો મે પણ પોલીસમાં પી.એચ.ડી કરેલ છે તમને સીધા કરતા મને આવડે તેમ કહી ગાળાગાળી કરી કહેવા લાગેલ કે ફરીથી આ બાજુ આવશો તો હાથ પગ ભંગાવી નાખીશ તમે મને ઓળખતા નથી તમારા જેવા કેટલાય અધીકારીઓને મે ઠીક કરી દીધા તેમ કહી ધમકી આપી સરકારી કામમાં દખલગીરી કરી ગુનો કરતા પોલીસે પ્રફુલ વસાવા નામક વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:19 pm IST)