ગુજરાત
News of Saturday, 24th October 2020

રાજપીપળા આર્યુવેદીક હોસ્પિટલ પાસે બાઈકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા 3 ને ઇજા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા આર્યુવેદીક હોસ્પિટલ તરફ વળતા એક્ટિવા ચાલાકને પાછળથી એક અજાણ્યા બાઈક નં.GJ.5.LG.9620ના ચાલકે પુરપાટ બાઈક હંકારી લાવી ટક્કર મારતા એક્ટિવા ચાલાક દિનેશ ભાઇ મણીલાલ વસાવા,(રહે.વિરપોર,તા.નાંદોદ )ને તેમજ પાછળ બેઠેલા ફાલ્ગુનીબેન રોડ પર પાડી દેતા ઇજાઓ થઈ હતી જોકે બાઈક ચાલક પોતે પણ પડી જતા તેને પણ ઇજાઓ થઇ હતી.આ બાબતે દિનેશભાઇ એ અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(10:18 pm IST)