ગુજરાત
News of Thursday, 24th October 2019

અલ્પેશની ઠાકોરની હારથી કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ :સુરત કોંગ્રેસ દ્વારા ફટાડકા ફોડીને ઉજવણી

સુરત : ગુજરાતની 6 બેઠક ઉપર પેટા ચૂંટણીમાં કોંગ્રેસની 3 બેઠક ઉપર જીત થતા સુરત કોંગ્રેસ પાર્ટી દ્વારા ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર અલ્પેશની ઠાકોરની હારથી કોંગ્રેસીઓમાં ખુશી લહેર જોવા મળી હતી.

 સુરત કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસે ઉત્તર ગુજરાતની 3 બેઠકો કબજે કરી છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર અલ્પેશની ઠાકોરની હારથી કોંગ્રેસીઓમાં ખુશી લહેર જોવા મળી હતી.

(9:01 pm IST)