મોડાસા બાયપાસ હાઇવે પર બંધ મકાનનું તાળું તોડવાનો પ્રયત્ન કરનાર આરોપીને પકડવા જતા પોલીસ પર જીવલેણ હુમલો
મોડાસા:બાયપાસ માર્ગે આવેલા અયોધ્યાપુરી રેસીડેન્સીમાં તસ્કર દ્વારા બંધ મકાનનું તાળુંું તોડવાનો પ્રયાસ કરાયો હતો. જયારે આ તસ્કરને ફરજ પરના પોલીસ જવાને પડકારતાં આ તસ્કરે પોતાની પાસેની કટારી વડે પોલીસમેન ઉપર હુમલો કરી દેતાં જ ચકચારી મચી હતી. જયારે ઘવાયેલ પોલીસ કર્મી.ને સારવાર અર્થે ખસેડી મોડાસા રૃરલ પોલીસ દ્વારા ભાગી છુટેલ હુમલાખોર તસ્કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હતા.
અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ઉપર બુટલેગરો દ્વારા કરાતા હુમલાથી પોલીસ જ અસલામત બની હોઈ અને પ્રજામાં પણ ભયનો માહોલ સર્જાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે ગત સોમવારની મધ્યરાત્રી એ ભાગતા તસ્કરને બાથ ભીડી જબ્બે કરવા જતાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર કટારીથી હુમલો કરાતાં જ ચકચાર મચી હતી.