ગુજરાત
News of Saturday, 24th September 2022

અરવલ્લીના માલપુરના કોયલીયા ગામે રહેતા 116 વર્ષના વૃદ્ધનું મોત:ડીજે સાથે અંતિમયાત્રા

પરિવારના નિર્ણય બાદ સોમાભાઇની અંતિમયાત્રઆ ડીજેના તાલે કાઢવામાં આવી

અરવલ્લીના માલપુરના કોયલીયા ગામે રહેતા 116 વર્ષના વૃદ્ધનું મોત થતા ડીજે સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી છે. વૃદ્ધની અંતિમયાત્રામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વૃદ્ધ છેલ્લા 2 મહિનાથી બીમાર હોવાનું જાણવા મળી રહ્યું છે. વૃદ્ધના પરિવારે નક્કી કર્યું હતું કે, તેમની અંતિમયાત્રા ડીજેના તાલે વાજતે ગાજતે કાઢવામાં આવશે.

માલપુરના કોયલીયા ગામે રહેતા સોમાભાઈ સુફરાભાઈ ખાંટનું 116 વર્ષની વયે મૃત્યુ થયુ હતુ. જે બાદ સોમાભાઇના પરિવારે નક્કી કર્યું કે, તેમની અંતિમયાત્રા ડીજેના તાલે કાઢવામાં આવશે. લગભગ આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. પરિવારના નિર્ણય બાદ સોમાભાઇની અંતિમયાત્રઆ ડીજેના તાલે કાઢવામાં આવી હતી. સોમાભાઇ તાલુકામાં સૌથી મોટી 116 વર્ષની ઉંમરના હતા.

અત્યારના સમયમાં માણસને 60 વર્ષ થાય એટલે જાણે જિંદગી પુરી થઈ ગઈ હોય એવી હાલતમાં માણસો નજરે પડતાં હોય છે. સાથે જ અનેક બીમારીઓ પણ ઘર કરી જાય છે. પરંતુ કેટલાક એવા પણ છે કે જેઓ સદી વટાવી ગયા હોય છતાં ખૂબ તંદુરસ્ત રીતે પોતાનું જીવન વિતાવતા હોય છે. માલપુરના કોયલીયા ખાતે રહેતા સોમાભાઈ સદી વટાવીને પણ પોતાનું સુખી જીવન જીવતા હતા. છેલ્લા બે માસથી બીમાર હતા

(10:18 pm IST)