સીસોદ્રા ગામે પત્રકારે રેતી ભરેલી હાઇવા ટ્રક અટકાવી પોલીસ બોલાવતા ટ્રક ચાલક સામે થઈ દંડનીય કાર્યવાહી
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સીસોદ્રા ગામ પાસેથી પસાર થતી એક રેતી ભરેલી હાઇવા ટ્રક પર એક જાગૃત પત્રકારને શક પડતા તેમણે ટ્રક રોકી પોલીસ બોલાવતા મામલો થાળે પડ્યો હતો
પોલીસ સૂત્રો માથી પ્રાપ્ત માહિતી અનુસાર પત્રકાર વૈદિકભાઈ દેસાઈ નામના શખ્સે ફોન પર વર્દી લખાવેલ કે સીસોદ્રા ગામે લીઝ પાસે ગેરકાયદેસર રોયલ્ટી ભર્યા વિનાની એક ટ્રકમાં રેતી ભરેલી છે તેને અમે અટકાવી છે માટે પોલીસ મોકલો ત્યારબાદ આમલેથા પોલીસ સ્ટેશન નાં પીએસઆઈ વલવી સ્ટાફ સાથે સ્ટાફ પર પહોંચી તપાસ કરતા આ ટ્રક નંબર GJ.5.BZ.7484 ટ્રક નાં ચાલક પાસે રોયલ્ટી કાયદેસર હતી પરંતુ આ ટ્રકમાં પાછળ ની નંબર પ્લેટ નહિ હોવાથી પોલીસે ટ્રકનું વજન કરાવી નંબર પ્લેટ નહિ લાગવા બદલ દંડનીય કાર્યવાહી કરી હતી.