ગુજરાત
News of Friday, 24th September 2021

રાજ્યમાં કોરોનાની વિદાય વેળાએ નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10.082 : કુલ 8.15.587 લોકોએ કોરોનાને હરાવ્યો

સુરત શહેરમાં 7 કેસ, અમદાવાદ શહેરમાં 4, વસાડમાં 3, કચ્છમાં 1, રાજકોટ અને વડોદરા શહેરમાં 1-1 કેસ નોંધાયા : હાલમાં 145 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ  12 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 19 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15..587 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી ,રાજ્યમાં મૃત્યુઆંક 10082 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે રાજ્યના હેલ્થવર્ક અને ફ્રન્ટલાઇન વર્કર્સમાં 17,69,320 વ્યક્તિને રીસના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંરના 99,42,128 લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 18-45 વર્ષની ઉંમરના 61,82,058 વ્યક્તિને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

    રાજયમાં હાલમાં 145 એક્ટિવ કેસ છે આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે 141 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.587  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 17 કેસમાં રાજ્યના 31 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 2 જિલ્લા અને 4 શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં 7 કેસ, અમદાવાદ શહેરમાં 4, વસાડમાં 3, કચ્છમાં 1 , રાજકોટ અને વડોદરા શહેરમાં 1-1 કેસ નોંધાયા છે. બાકીના તમામ શહેર અને જિલ્લામાં આજે કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.

(8:35 pm IST)