મેઘરજના લખીપુર ગામે ઓસરીમાં કચરો વીણતી અંધ-અપંગ પરિણીતા પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યું
મજૂરી કરી ગુજારો કરતી અંધ અને અપંગ પરિણીતા ઓસરીમાં કચરો વાળી રહી હતી ત્યારે હેવાને દુષ્કર્મ કર્યું : પીડિતાના સંતાનો આવ્યા, પણ હેવાને પોતાની હેવાનિયત ના છોડી
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ લખીપુર ગામે ઓસરીમાં કચરો વીણતી અંધ-અપંગ પરિણીતા પર ગામના જ હેવાન દ્વારા દુષ્કર્મ આચરવાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
મેઘરાજના લખીપુર ગામે મજૂરી કરી ગુજારો કરતી અંધ અને અપંગ પરિણીતા ઓસરીમાં કચરો વાળી રહી હતી. આ દરમિયાન ગામના જ એક શખ્સે પીડિતાની એકલતાનો લાભ ઉઠાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
હવસખોર હેવાનના હાથમાંથી છૂટવા માટે પણીતાએ ઘણાં હવાતિયાં માર્યા હતા. પીડિતાના સંતાનો આવ્યા, ત્યારે પણ હેવાને પોતાની હેવાનિયત ના છોડી. આખરે પીડિતાએ તેના પતિને ફોન કરીને જાણ કરતાં આરોપી ફરાર થઈ ગયો હતો.
આ બાબત પીડિતાના પતિની ફરિયાદના આધારે ઈસરી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને પીડિતાને મેડિકલ માટે મોકલી ફરાર થઈ ગયેલા આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.