ગુજરાત
News of Thursday, 23rd September 2021

રાત્રે 10 કલાક સુધીમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ : જોડીયામાં પોણા આઠ ઇંચ ખાબક્યો

રાજ્યના 6 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ , 99 તાલુકામાં બે ઈંચથી વધુ અને 28 તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ

અમદાવાદ ; રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે રાત્રે 10 કલાક સુધીમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ પડ્યો છે. જોડિયામાં 188 મિમી વરસાદ થયો છે. કચ્છના નખત્રાણામાં પોણા ચાર ઈંચ વરસાદ થયો છે. નવસારીના ગણદેવીમાં પણ ત્રણ ઈંચથી વધુ વરસાદ થયો છે. સુરતના ઉમરપાડામાં પણ ત્રણ ઈંચથી વરસાદ થયો છે. નવસારીના ચિખલીમાં પણ ત્રણ ઈંચ વરસાદ થયો છે.

આજે રાજ્યના 6 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ થયો છે. તો 99 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ થયો છે. 28 તાલુકા એવા છે જ્યાં 1થી દોઢ ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં ફરી વરસાદ થતાં ખેડૂતેને રાહત મળી છે. તો નદીઓ, ડેમ, તળાવોમાં નવા પાણીની આવક પણ થઈ છે.

(12:41 am IST)