ગુજરાત
News of Thursday, 24th September 2020

નારોલ પીપળજ રોડ પર આવેલી SR હેન્ડવોશ કંપનીની ફેક્ટરીમાં આગ: ધુમાડાના ગોટેગોટા

ફાયરબ્રિગેડની છ ગાડીએ આગ પર કાબુ મેળવવા ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદઃ નારોલ પીપળજ રોડ પર આવેલી SR હેન્ડવોશ કંપનીની ફેક્ટરીમાં આગ લાગતા ભારે અફડાતફડીનું વાતાવરણ થઈ ગયુ હતુ. ફાયરબ્રિગેડની છ ગાડીએ આગ પર અંકુશ મેળવવા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી અને જાનહાનિના કોઈ સમાચાર નથી

(6:59 pm IST)