ગુજરાત
News of Thursday, 24th September 2020

ડુંગરા પોલીસે ડિઝાયર કારમાંથી રૂ. 45,600નો દારૂ પકડાયો

ડુંગરા પીએસઆઈ જે.વી.ચાવડા તેમજ સ્ટાફના રૂતુરાજ સિંહ ઝાલા, જોરૂભા ની ટીમે બુટલેગરોને ભો ભીતર કર્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લાના વાપી ટાઉનના ડુંગરા પોલીસે ચેકિંગ દરમિયાન એક બ્રિઝા કારમાંથી રૂ. 45,600ના દારૂ સાથે એકને પકડી પાડ્યો હતો. તેમણે દારૂની હેરાફેરીમાં સામેલ બે ને વોન્ટેડ જાહેર કર્યા છે. ડુંગરા પોલીસ સ્ટાફના એએસઆઇ આર. આર. તળપદા, હેડ કોન્સ્ટેબલ, અરણસિંહ અનોપસિંહ, કોન્સ્ટેબલ બહાદુરસિંહ જીવાભાઇ એ કરવડ ગામે નાકાબંધી હાથ ધરી હતી.

 આ દરમિયાન સેલવાસથી આવતી એક સ્વીફ્ટ ડિઝાયર કાર નં જીજે-18-એએક્સ-2481 ને અટકાવી તેની જડતી લીધી હતી. આ કારમાંથી તેમને દારૂની 84 નંગ બોલટો કિં. રૂ. 45,600ની મળી આવી હતી. જેના પગલે તેમણે કાર ચાલક યોગીરાજસિંહ સમરસિંહ જાડેજાની અટકાયત કરી હતી. તેની પુછતાછ કરતા તેની સાથે દારૂની હેરાફેરીમાં પ્રદિપસિંહ ઉર્ફે પદુભા જયેન્દ્રસિંહ જેઠવા અને રાહુલ ઉર્ફે મામો પણ સામેલ હતો. જેના પગલે પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 3 લાખની કાર પણ કબજે કરી બનાવ સંદર્ભે ગુનો દાખલ કર્યો છે

(6:54 pm IST)