ગુજરાત
News of Thursday, 24th September 2020

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગાંજાનો વેપલો ચલાવતા દંપતીને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

વડોદરા: શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતું દંપતી ગાંજાનો વેપાર કરતા ઝડપાઇ જતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે ગઇકાલે રાત્રે પાણીગેટ પોલીસ સ્ટેશનની નજીકથી પસાર થતા શંકાસ્પદ એક શખ્સને રોકી પોલીસે તેની પાસેની કાળા રંગની પ્લાસ્ટિકની થેલી તપાસતા થેલીમાંથી નશો કરવા માટે ગાંજાની ૬૦ પડીકી મળી હતી. આ અંગે પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ મોહંમદ હુસેન યુસુફ ખલીફા (રહે.પાણીગેટ સબ સ્ટેશન પાસે, ચંબુશાબાવાનો ટેકરો) જણાવ્યું હતું.

ગાંજાનો જથ્થો તેની પત્ની ફરીદાએ વેચવા માટે આપ્યો હોવાની હકીકત જણાવતા પોલીસે તેના ઘેર સર્ચ કરતા ગાંજાનો અન્ય જથ્થો મળ્યો ન હતો પરંતુ ફરીદા મળતા તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ૧૨૫.૧૯ ગ્રામ ગાંજો અને તેના વેચાણના રોકડા રૃા.૪૫૦૦ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:27 pm IST)