ગુજરાત
News of Thursday, 24th September 2020

અમદાવાદમાં માઈક્રો કોનટેઈન્મેન્ટમાંથી 19 વિસ્તારો દૂર કરાયા અને 8 ઉમેરાયાં

ચાંદલોડિયા, ગોતા,થલતેજ વિસ્માંતારો કોરોનાનો પ્રભાવ યથાવત

અમદાવાદઃ અમદાવાદમાં માઈક્રો કોનટેઈન્મેન્ટ વિસ્તારો ઘટ્યા છે. અલબત્ત ચાંદલોડિયા, ગોતા,થલતેજ વિસ્માંતારો કોરોનાનો પ્રભાવ યથાવત છે ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો મંગળવારે 1402 કેસો હતો. તેની સામે બુધવારે 1372 કેસો નોંધાયા. આમ ગઇકાલ કરતાં આજે કેસોની સંખ્યા ઘટી છે. તેની સામે અમદાવાદમાં મંગળવારે નોંધાયેલા કેસો કરતાં આજે સાત કેસો વધીને 160 કોરોનાના કેસો નોંધાયા હતા.

નવા માઈક્રો કોનટેઈન્મેન્ટ  વિસ્તારોમાં આજે ફરીવાર ઘટાડો થયો છે. આજે 8 નવા માઇક્રો કન્ટેનમેન્ટ  વિસ્તારો ઉમેરાયા છે. જો કે દૂર કરાયેલાં માઇક્રો કન્ટેનમેન્ટની સરખામણીમાં નવા વિસ્તારોમાં ઘટાડો થયો છે.અમદાવાદમાં પણ ખાસ કરીને થલતેજ, ગોતા, ચાંદલોડિયા વિસ્તારોમાં ત્રણ સ્થળોનો માઇક્રો કન્ટેનમેન્ટમાં સમાવેશ થાય છે. આમ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો રહ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં અમદાવાદ શહેરમાં 299 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો અમલમાં છે. જે પૈકી વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 19 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.

જ્યારે 8 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેનમેન્ટ ( Micro Containment)  વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 299 વિસ્તારોમાંથી 19 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 280 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 8 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 288 પર પહોંચ્યો છે.

નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનના 2, તથા પૂર્વ ઝોન, દક્ષિણ તથા પશ્ચિમ ઝોનના એક એક વિસ્તારનો સમાવેશ થાય છે. જયારે ઉત્તર પશ્ચિમ ઝોનના 3 વિસ્તારો છે. જેમાં ગોતા, થલતેજ તથા ચાંદલોડિયા વિસ્તારોનો સમાવેશ થયો છે. જયારે સરસપુર, ન્યુ રાણીપ, ભાઇપુરા વિસ્તારોમાં એક એક વિસ્તારમાં જ માઇક્રો કન્ટેનમેન્ટ ( Micro Containment) વિસ્તારમાં ઉમેરાયા છે.

(10:45 pm IST)