ગુજરાત
News of Thursday, 24th September 2020

નર્મદા યોજનાની પાછળ ૧૪૭૧૦.૩૫ કરોડ ખર્ચ

રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં ખર્ચ કર્યા

ગાંધીનગર,તા.૨૩: ગુજરાત સરકારની અતિ મહત્વકાક્ષી નર્મદા યોજના પાછળ ૨૦૧૫થી ૧૭નાં ત્રણ વર્ષમાં ૧૪૭૧૦.૩૫ કરોડનો ખર્ચ કર્યો જેમાં ૨૦૧૫માં ૩૭૨૮.૯૩ કરોડ, ૨૦૧૬માં ૫૩૪૨.૪૨ કરોડ અને ૨૦૧૭માં ૫૬૩૯ કરોડનો ખર્ચ કરેલ છે. રાજ્ય સરકારે આજે વિધાનસભા ગૃહમાં નર્મદા યોજના સંદર્ભના પ્રશ્ને ઉપરોક્ત માહિતી આપતા નર્મદા યોજનાના બાકી રહેલી કામગીરી અંગે જણાવ્યું હતું કે સરદાર સરોવર યોજનાની મુખ્ય નહેરથી પ્ર-પ્રશાખાના ૧૦૩૩૮.૩૪૧ કિમીના કામો બાકી છે. માઈનોર કેનાલના ૧૫૮૦ કિમીના તેમજ સબ માઈનોરના ૮૪૬૦ કિમીના કામ બાકી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર શાખાના પમ્પીંગ સ્ટેશનના વિસ્તરણની કામગીરી બાકી છે. આ ઉપરાંત ૮૫.૪૬ મેગાવોટ જળ વિદ્યુત મથકોના કામ હજી પણ બાકી છે. ઉલ્લેખનીય છે કે ૧૯૬૧માં નર્મદા યોજનાનો પાયો તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નાખ્યો હતો. આજે ૬૦ વર્ષ પુરા થવા આવ્યા હજુ પણ નર્મદા યોજનાની કામગીરી પુરી થઈ નથી.

(10:26 pm IST)