ગુજરાત
News of Tuesday, 24th September 2019

ખેડા જિલ્લામાં લાંચિયા અધિકારીનો પર્દાફાશ: મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી 6 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા: અધિકારીઓમાં ચકચાર મચી જવા પામ્યો

ખેડા: જિલ્લાના લાંચીયા અધિકારીઓ પર એક બાદ એક એસીબીનો સકંજો કસાઇ રહ્યો છે. થોડા સમય અગાઉ ખેડાના નાયબ મામલતદારને એસીબીમાં ઝડપ્યા બાદ વખતે એસીબીએ નડિયાદના નાયબ નિયામકની ઓફિસમાં કામ કરતા મદદનીસ સમાજ કલ્યાણ અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા અધિકારીઓમાં ચકચાર મચી જવા પામી છે.

નડિયાદ સરદાર ભવન સ્થિત નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ખાતે જસવંતભાઇ લાલાભાઇ પરમાર મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવે છે. સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે નડિયાદનના સંતરામ રોડ પર આવેલ પ્રીતિ કોમ્પલેક્ષમાં મિલકત ભાડે લીધી હતી. જેનો વહીવટ નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીને કરવાનો હોય છે. ફરિયાદી દ્વારા પોતાની મિલકત સરકારને ભાડે આપી હતી, જેના પેટે ૩૬૯૪૦ રૂપિયા દર મહિને નક્કિ કર્યા હતા. દર મહિને માસિક ભાડુ બેન્ક એકાઉન્ટમાં કચેરી દ્વારા જમા કરાવવામાં આવતુ હતુ. પરંતુ ફેબ્રુઆરી ૨૦૧૯ બાદ સદર ભાડુ મળતા ફરિયાદી અવાર-નવાર કચરીમાં જઇ આરોપીઓનો સંપર્ક કરતા ગ્રાન્ટના અભાવે તેઓ બાકી ભાડુ આપેલ નથી તેમ જણાવતા હતા. ઓગસ્ટ માસના બીજા સપ્તાહમાં જ્યારે ફરીયાદી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીને ત્યારે તેઓએ જણાવ્યુ હતુ કે તમારા બિલો તિજોરી કચેરીમાં જમા થઇ ગયા છે. પરંતુ તમે વહેવાર કરતા નથી તેથી તમારા બિલો તિજોરીમાંથી પરત આવેલ છે. આમ કહી તેઓએ ફરિયાદી પાસે દર બિલના હજાર રૂપિયા એમ કરી કુલ હજાર લાંચ પેટે માંગ્યા હતા.

(5:17 pm IST)