ગુજરાત
News of Tuesday, 24th September 2019

વિધાનસભા પેટા ચુંટણીમાં મજબુત ભુમિકામાં NSUI એ ખભ્ભા ઉચકયા

રાજકોટ તા ૨૪  : રાજયમાં છ વિધાનસભા પેટા ચુંટણી માટે નગારે ઘા વાગી ચુકયા છે ત્યારે કોંગ્રેસના તમામ સેલને સક્રીય ભુમિકા અદા કરવા પ્રદેશ નેતાઓને હાકલ કરી છે ત્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાએ પણ મજબુત ખભ્ભા ઉચકયા છે.

રાજયમાં વિધાનસભાની પેટા ચુંટણી જાહેર થતાં જ ભાજપ-કોંગ્રેસ સક્રીય થઇ ગયું છે.કોંગ્રેસની વિદ્યાર્થી પાંચ NSUI માં પણ પેટા ચૂંટણીને લઇને ધમધમાટ જોવા મળ્યો છે. NSUI એ પેટા ચૂંટણી માટે ઇન્ચાર્જની નિમણુંક કરી છે. થરાદ બેઠક પર સિદ્ધરાજસિંહ ચોૈહાણ અને નીતીન ડાકાને જવાબદારી સોંપવામાં આવી છે.

રાધનપુર બેઠક પર કેતન ખુમાણ અને જયેન્દ્રસિંહ રાજપુત, લુણાવાડા બેઠક  પર હર્ષ સિન્દ્રકિયા અનો હેમંત ચોૈહાણ, ખેરાલુ બેઠક પર રવીન્દ્ર રાવલ અને આસપાખ પઠાણ, બાયડ બેઠક માટે પીનલ લાખાણી અને નીતીરાજસિંહ પવાર, મોરવાહાડફ બેઠક માટે દુુષ્યંત રાજપુરોહીત અને મિશાલ જાદવ અને અમરાઇવાડી બેઠક માટે શુભમ સૈયદ, આસિફ પવાર, દિગ્વિજય, નારાયણ ભરવાડ અને પાર્થ દેસાઇને જવાબદારી સોંપી છે. (૩.૩)

(11:53 am IST)