પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયતતોના આયોજન માટે તાલુકા લેવલે સેમિનાર યોજાયો
રિલાયન્સ ફાઉન્ડેશનનો સહયોગથી જાગૃતિ લક્ષી તાલીમનું આયોજન
પાટણ જિલ્લા વિકાસ અધિકારી પારેખના માર્ગદર્શનમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી તેમજ ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં આજે તાલુકા સેવા સદન સરસ્વતીમા તાલુકા ના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત વિકાસ આયોજન (GPDP) અંગે એક દિવસીય સેમિનારનું આયોજન કરેલ હતું
આ કાર્યક્રમની શરૂઆત કરતા તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ જોશી દ્વારા આજની આ કાર્યશાળાનો હેતુ સમજાવી કાર્યક્રમ ની શરૂઆત કરેલ તેમજ gpdp ની શરૂઆત જરૂરિયાત અને ગ્રામ્ય કક્ષાએ gpdp નું મહત્વ સમજાવેલ હતું
રીલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર ના કાર્યકર્તા દ્વારા આપણુ ગામ આપણુ આયોજન અને આપણા ગામ ને સારૂ બનાવવા માટે આદર્શ જી પી ડી પી બનાવવા બાબતે પ્રેઝન્ટેશન રજૂ કરવા સાથે આ પ્રક્રિયામાં થયેલા અનુભવોની વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપેલ હતું
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રાધનપુર દ્વારા તાલુકાના પાંચ ગામોમા ચાલતા ધન કચરાના નિકાલ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે થયેલ કામગીરી ની વિડીયો ફિલ્મ બતાવી અને પંચાયત દ્વારા આવા કામો કરી બીજા ગામોને પ્રેરણા આપવા જણાવવા સાથે રીલાયન્સ ફાઉન્ડેશન માહિતી અને માર્ગદર્શન દ્વારા સમસ્યા નિવારણ અને ગ્રામ વિકાસ માટે હંમેશા કાર્યરત છે
સેમિનારને પૂર્ણાહૂતિ તરફ લઈ જતા પાટણ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ દ્વારા ગ્રામ પંચાયત વિકાસ આયોજન માં સરપંચ અને તલાટી તથા ફ્રન્ટલાઈન વર્કર સારી રીતે ભૂમિકા ભજવી શકે તે માટે માહિતગાર કરવામાં આવ્યા અને ગ્રામ પંચાયત વિકાસ આયોજન ની પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આપવા સાથે gpdp બનાવ્યા બાદ તેના કારણે થતાં ફાયદાઓની ચર્ચા કરી હતી
પ્રથમ તબક્કામાં સરપંચ તલાટીઓ સાથે મીટીંગ યોજાઈ હતી બીજા તબક્કામાં તાલુકા કક્ષાએ અલગ-અલગ વિભાગોના પ્રથમ હરોળના અધિકારીઓ સાથે મીટીંગ કરેલ હતી
રિલાયન્સ ફાઉન્ડેશન ની યાદીમાં જણાવેલ કે આગામી દિવસસો મા બાકીના તાલુકા ઓ માં પણ આ પ્રકારે જાગૃતિ લક્ષી તાલીમ નુ આયોજન કરી પાટણ જિલ્લાના વિકાસમાં રિલાયન્સ ફાઉન્ડેશન પણ પોતાનું યોગદાન આપશે,
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પારેખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ સરસ્વતી તાલુકા તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ જોષી નાયબ તાલુકા તાલુકા વિકાસ અધિકારી નવીનભાઈ પુરોહિત વિસ્તરણ અધિકારી ભરતભાઇ પટેલ તેમજ રીલાયન્સ ફાઉન્ડેશન ના વર્ષાબેન મહેતા અને વિમલભાઈ ચૌધરી સાથે 22 સરપંચ 35 તલાટીઓ વિવિધ વિભાગના 36 ફ્રન્ટલાઈન વર્કર મળી કુલ 90 લોકો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો