ગુજરાત
News of Monday, 24th September 2018

બોરસદ તાલુકાના પીપળી ગામે ગણેશ વિસર્જનમાં થયેલ બબાલમાં પથ્થરમારો થતા અફડાતફડી

બોરસદ: તાલુકાના પીપળી ગામે રવિવારે બપોરે ગણેશજીની વિસર્જનયાત્રા નીકળી હતી જે ગામમાં ફરીને મસ્જિદ પાસે પહોંચી હતી જયાં ફટાકડા ફોડવા બાબતે મુસ્લિમ અને દરબાર કોમ વચ્ચે અથડામણ થતાં નાનકડા ગામમાં તંગદીલીભર્યુ વાતાવરણ છવાઈ જવા પામ્યું છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના સુમારે પીપળી ગામે ગણેશ વિસર્જનની નીકળેલી યાત્રા મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બન્ને કોમ વચ્ચે ઘર્ષણ થયું હતુ અને જોતજોતામાં બોલાચાલી બાદ બન્ને કોમના ટોળાં પથ્થરમારા ઉપર ઉતરી આવ્યા હતા જેને લઈને નાશભાગ મચી જવા પામી હતી. પથ્થરમારામાં ધાર્મિક સ્થળના કાચ તુટી ગયા હતા એકાએક બનેલ ઘટનાને લઇ લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી. પથ્થરમારામાં કેટલાકને સામાન્ય ઈજાઓ પણ થવા પામી હતી. 

(3:31 pm IST)