ગુજરાત
News of Monday, 24th September 2018

છોટાઉદેપુરના નસવાડીના કોઝવે પરથી બાઈક ચાલાક તણાયો :બે કી,મી દૂરથી મૃતદેહ મળ્યો

છોટાઉદેપુરના નસવાડીના કોઝ વે પરથી બાઇક લઇને પસાર થઇ રહેલો યુવાન તણાયો હતો મોડીરાત્રે કોઝ વે પરથી બાઇક લઇને નીકળેલા યુવકનું બાઇક નદીમાંથી મળી આવ્યું છે જ્યારે તેનો મૃતદેહ બે કિલોમીટર દૂરથી મળી આવ્યો છે.

 મોડી રાતે કોઝ વે પરથી નીકળેલો યુવક પાણીના પ્રવાહમાં તણાયો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.મૃતદેહને સામુહીક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

યુવકના મૃત્યુંના સમાચાર અચાનક મળતા પરિવાર અને પડોશીઓ શોકમાં ગરકાવ થઇ ગયા છે. હાલ પોલીસ પણ આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

(9:53 pm IST)