News of Monday, 24th September 2018
બનાસકાંઠાના દાંતાના હરીગઢમાં ચોરી કરવા આવેલા એક શખ્સની નિર્મમ હત્યા
લોકોના ટોળાએ ઝાડ સાથે બાંધી લાકડીઓ ફટકારી હતી:છ શખ્શો સામે નામજોગ અને ટોળા સામે ફરિયાદ
બનાસકાંઠાના દાંતાના હરીગઢમાં ચોરી કરવા આવેલા શખ્સની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. લોકોના ટોળાએ ઝાડ સાથે બાંધી લાકડીઓ ફટકારી હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત શખ્સનું મોત થયુ હતું. આ મામલે હરિગઢના 6 શખ્સો સામે નામજોગ અને 40થી 50ના ટોળા સામે ફરિયાદ નોંધાઇ હતી. દાંતા પીએસઆઇ જ ફરિયાદી બન્યા હતા.
(6:08 pm IST)