ગુજરાત
News of Saturday, 24th August 2019

તાપી:વાંકલાની સીમમાં પ્રેમી સાથે બાઈક પર જતી સગીરાનું અકસ્માતમાં મોત ;પાંચ માસનો હતો ગર્ભ

બાઈક ઝાડ સાથે અથડાતા અકસ્માત :14 વર્ષીય સગીરાને માથામાં ગંભીર ઇજા બાદ સુરમાં સારવાર દરમિયાન મોત

તાપી જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં પ્રેમી સાથે બાઈક પર જતી સગીરાનું કરૂણમોત નીપજ્યું છે તાપીનાં ડોલવણનાં એક ગામની 14 વર્ષની સગીરા તેના પ્રેમી સાથે બાઇક પર જતી હતી ત્યારે જ અકસ્માત નડતા મોત નીપજ્યું છે. આ સગીરાનાં પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

   આ મામલે મળતી માહિતી પ્રમાણે ડોલવણ તાલુકાના વાંકલા ગામમાં રહેતો રાકેશ પ્રવિણભાઇ ગામીતનો એક વર્ષ પહેલા તાલુકાના એક ગામની 14 વર્ષીય સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. યુવકે લગ્નની લાલચ આપી સગીરા સાથે અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેના કારણે સગીરા નાની ઉંમરમાં જ ગર્ભવતી થઇ હતી.

   યુવક બુધવારે સગીરાને બાઈક પર બેસાડીને વાંકલા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન વાંકલા ગામના સીમમાં બાઈક ઝાડ સાથે અથડાતા અકસ્માત નીપજ્યો હતો. જેમાં સગીરાને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે તાત્કાલિક ગડત હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. અહીંનાં ડોક્ટોરે તેને સુરત લઇ જવા જણાવ્યું હતું તેને સુરત ખસેડવામાં આવી હતી. જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું

  સગીરાની સારવાર દરમિયાનની તપાસ દરમિયાન તેના પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. જેની પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી યુવક રાકેશ ગામીત વિરુદ્ધ સગીરાના પિતાની ફરિયાદ આધારે પોકસો એકટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(2:12 pm IST)