ડીસાના માલગઢમાં પિતરાઈ ભાઈએ બહેનનું અપહરણ કરીને બે મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું
અપહરણ કરનાર યુવક,તેના પિતા સહીત ચાર શખ્શો સામે ફરિયાદ
બનાસકાંઠા જિલ્લામાં પિતરાઈ ભાઈએ જ બહેનનું અપહરણ કરી સતત બે મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે આ મામલે અપહરણ કરનાર યુવક તેના પિતા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગત મુજબ ડીસા તાલુકાના માલગઢ ગામમાં સગા પિતરાઈ ભાઈએ જ બહેનનું અપહરણ કરીને સતત બે મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં માલગઢ ગામમાં રહેતા યુવકે કાકાની દીકરીનું બે મહિના પહેલા ભોળવીને અપહરણ કર્યું હતું. જે બાદ તેને અલગ અલગ જગ્યાએ લઇ જઇને સતત બે મહિના સુધી ધાકધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન યુવતીએ એકવાર ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
આ અપહરણમાં યુવકનાં પિતા, ભાઇ અને અન્ય લોકોએ પણ મદદ કરી હતી. બે મહિના પછી આ યુવતીને તેનાં ચૂંગલમાંથી છૂટવામાં સફળતા મળી હતી. જે બાદ પહેલા જ તેના ઘરે જઇ અને પરિવારને જાણ કરી હતી. આ યુવતીએ હાઇકોર્ટમાં ચાર માણસો સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા તાલુકા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.