રાજપીપળા જુના અખાડામાં થયેલા ડબલ મર્ડરના આરોપીને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ,પોલીસ અધિક્ષક,નર્મદાની સુચના મુજબ એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર,એલ.સી.બી તથા એલ.સી.બી. ટીમેં રાજપીપળા પો.સ્ટે.માં દાખલ થયેલા હત્યાના ગુનામાં જુના અખાડાના જર્જરીત મકાનના ધાબા ઉપર કચરો વીણી જીવન નિર્વાહ કરતા દંપતીને અગમ્ય કારણોસર માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યુ હોય આ ગુનાની તપાસ દરમ્યાન જુના અખાડા વિસ્તાર તથા કરજણ પુલ નીચે રહેતા શ્રમિકોની પુછપરછ કરતાં શકદાર ધર્મેશ ઉર્ફે ધના કાલીદાસભાઇ સલાટએ કરેલ હોવાની બાતમી મળતા તેની પુછપરછ કરતા પોતાની પત્ની મરનાર હસમુખભાઇ શંકરભાઇ વસાવા સાથે આડા સબંધનો વહેમ રાખતો હોય જેની રીસ રાખી બનાવના દિવસે મરનાર બન્નેવ દારૂના નશામાં જમવા બેસેલ તે સમયે પાછળથી લીમડાનુ જાડુ લાકડુ તથા ઇટ જેવા પથ્થર વડે માથામાં મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યુ હોવાની હકીકત જણાવી આ ગુનાની કબુલાત કરતા ધર્મેશ સલાટ (ઉ.વ .૩૫) ( હાલ રહે . કરજણ પુલની નીચે રાજપીપળા) ને રાજપીપળા પો.સ્ટે.ને સોંપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે