ગુજરાત
News of Saturday, 24th July 2021

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 41 તાલુકાઓમાં વરસાદ

ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છુટોછવાયો વરસાદ થયો

અમદાવાદ : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 41 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છુટોછવાયો વરસાદ થયો છે. કપરાડા, બોડેલી, જેતપુર પાવી, ગાંધીધામ, વાંસદા, ભચાઉ, અમદાવાદમાં સાણંદ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જ્યારે આજે ગાંધીનગરમાં દહેગામ, તાપીમાં વાલોદ,વ્યારા, વલસાડમાં ધરમપુર, વડોદરામાં સિનોર અને ડાંગમાં આહવામાં વરસાદ થયો છે

 .ગુજરાતમાં હજુ સુધી 8.57 ઈંચ સાથે મોસમનો સરેરાશ 25.92 ટકા વરસાદ નોંધાયો છે. અત્યારસુધી કચ્છમાં 4.72 ઈંચ સાથે 28.35 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.43 ઈંચ સાથે 19.29 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 6.96 ઈંચ સાથે 22.5 ટકા, સૌરાષ્ટ્રમાં 6.61 ઈંચ સાથે 24.07 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 18.22 ઈંચ સાથે મોસમનો 31.92 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

(2:23 pm IST)