ગુજરાત
News of Wednesday, 24th July 2019

કડી પંથકમાં પોલીસને ચેલેન્જ ફેંકતા ચીલઝડકારો બીજા દિવસે 1,60 લાખની થેલી ઉઠાવી નાશી છૂટ્યા

કડી પંથકમાં ચીલઝડપકારોએ આતંક મચાવ્યો છે કડી તાલુકાના આદુંદરા ગામ ખાતે રહેતા ખેડૂત વિષ્ણુભાઇ શિવદાસ પટેલ કડીની પટેલ ભુવન ખાતે આવેલ બેન્કમાં પોતાની સીસી ભરવા માટે આવ્યા હતા બેન્ક ધારકોએ એમને જણાવેલા પાન કાર્ડ લઈને આવો પરંતુ વિષ્ણુભાઇ પાસે પાનકાર્ડ નહોતા તેઓ પોતાના પુત્રને મળવા માટે અનમોલ હોટલે રિક્ષામાં બેસીને પહોંચ્યા હતા અને ત્યાંથી બે બાઈક સવારોએ પોતાની પાસે રહેલી થેલી ઝૂંટવી રૂપિયા એક લાખ સાઇડ હજારની ચીલઝડપ કરીને ફરાર થઈ ગયેલા હતા

કડી તાલુકાના આદુંદરા ગામમાં રહેતા ખેડૂત વિષ્ણુભાઇ શિવદાસ પટેલ જેઓ મંગળવાર સવારે પટેલ ભુવન ખાતે આવેલી એસબીઆઇ બેન્કમાં રૂપિયા ૧.૬૦ લાખ ભરવા માટે આવ્યા હતા પરંતુ એસબીઆઇ બેંકના સ્ટાફે તેઓને જણાવ્યું કે તમારું પાનકાર્ડ લઈને આવો પછી તમારા ખાતામાં પૈસા ભરાશે તે પછી બેન્કમાં પૈસા ભરવા આવેલા વિષ્ણુભાઈ મુંઝવણમાં મુકાયા હતા એ પછી તેઓ પૈસા લઇ નાની કડી રોડ ઉપર આવેલ અનમોલ હોટેલની સામે સંતરામ સિટીની બાજુમાં રાજ ફ્લેટ ની નીચે તેમના પુત્રનુ પાર્લર આવેલું છે તો ત્યાં મૂકીને બીજા દિવસે પાન કાર્ડ લઇ જમા કરાવી બેન્કમાં પૈસા જમા કરાવી દઇશું તેમ તેઓએ મનોમન નક્કી કરેલું તેઓ પોતાની પાસે થેલીમાં રૂપિયા ૧.૬૦ લાખ પટેલ ભુવન પાસેથી રિક્ષામાં બેસીને નાની કડી રોડ ઉપર આવેલ અનમોલ હોટલની સામે રિક્ષામાંથી ઉતર્યા અને રિક્ષા ભાડું આપતા પાછળથી કાળા કલરનું બાઇક લઇને બે બાઇક સવાર આવતા ખેડૂત વિષ્ણુભાઈ પટેલ પાસે રહેલી પૈસા ભરેલી થેલી ઝુંટવીને ચીલઝડપ કરીને નાસી છૂટ્યા હતા .

વિષ્ણુભાઇ પટેલે તરત જ બૂમાબૂમ કરી મૂકી હતી પરંતુ આ બાઈક સવારો ચીલ ઝડપ કરીને ભાગી છૂટ્યા હતા તે પછી વિષ્ણુભાઇ પટેલે તરત જ કડી  પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોલીસને જાણ કરી હતી તરત જ બનાવ સ્થળ પર પોલીસ સ્ટાફ આવી પહોંચ્યો હતો અને નાની કડી રોડ ઉપર આવેલ વિવિધ સીસીટીવી કેમેરાની ફૂટેજ રાત સુધી તપાસ્યા હતા અને આગળની કાર્યવાહીની શરૂઆત કરી હતી. પરંતુ મોડી સાંજ સુધી ફરિયાદી વિષ્ણુભાઈ શિવદાસ પટેલની ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળેલ.

(7:34 pm IST)