સુરતના અલથાણમાં યાર્ન વેપારીને મિત્રએ સાગરીત સાથે મળી અપહરણ કરી 2 લાખ પડાવી લેતા અરેરાટી
સુરત:અલથાણમાં રહેતા યાર્ન વ્યાપારીને છ મહિના અગાઉ થયેલા મિત્રએ તેના સાથીદારોની મદદથી કામના બ્હાને કારમાં લઇ ગયા બાદ માર મારી બિસ્લરી પાણીનો પ્લાન્ટ શરૃ કરવા માટે જબરજસ્તી ૨ લાખ રૃપિયા આરટીજીએસ કરાવી લઇ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નોંધાઇ છે.
અલથાણના વોટર હિલ્સ રેસીડેન્સીમાં રહેતા યાર્ન વ્યાપારી દર્શન મોહનલાલ દેસાઇ (ઉ.વ.૫૪) ને છ મહિના અગાઉ ઉધના સ્થિત બોડી બેલેન્સ જીમમાં મિલાન સોની (રહે. નક્ષત્ર સોલીટેર, કેનાલ રોડ,અડાજણ) નામના યુવાન સાથે પરિચય થયો હતો અને ત્યાર બાદ બંન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. દરમ્યાનમાં દર્શને પોતાનો રહેણાંક વોટર હિલ્સ રેસીડેન્સી વાળો ફલેટ વેચવાનો હોવાથી ગ્રાહક તો જણાવવા કહેતા મિલાપે જાતે ખરીદીની તૈયારી દર્શાવી પણ પૈસા નથી લોન થાય એમ નથી કહીને બીજો લેનાર હશે તો કહીશ તેમ કહયું હતું.