News of Wednesday, 24th July 2019
વડોદરામાં શેઠે કલારકામના પૈસા ન ચુકવતા કામદારે શેઠના બાઈકની ઉઠાંતરી કરી છૂમંતર......
વડોદરા:મકાનોમાં કલરકામના શેઠે પૈસા નહી આપતા શેઠની બાઇક ચોરી કર્યા બાદ ચોરીછુપીથી ફરતો યુવાન બે વર્ષ બાદ મીયાંગામ પાસેથી ઝડપાયો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં વાહનચોરીના બનાવોના પગલે પોલીસે વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ કડક બનાવ્યું છે દરમિયાન મીયાંગામ ત્રણ રસ્તા પાસે જિલ્લા એસઓજીની ટીમ વાહન ચેકિંગ કરતી હતી ત્યારે હોન્ડા શાઇન બાઇક સાથે આવતા એક શખ્સને રોકી તેની પાસે બાઇકને લગતા કાગળો માંગતા મળ્યા ન હતાં તેમજ તેને પોતાનું નામ સીદ્દીક રસુલ મલેક (રહે.બાપુનગર મસ્જીદ, અંકલેશ્વર મુળ દહેગામ તા.જંબુસર) જણાવ્યું હતું.
(5:53 pm IST)