ગુજરાત
News of Tuesday, 23rd July 2019

શહીદ જવાન આરીફ પઠાણના નશ્વરદેહને લવાયો વડોદરા, સવારે કરાશે અંતિમવિધી

પાર્થિવ દેહને ઘરેથી મસ્જિદે લઇ જવાશે :નમાજ અદા કર્યા બાદ દફનવિધી થશે.

 

શહીદ જવાન આરીફ પઠાણના નશ્વરદેહને વડોદરા લવાયો છે. ત્યારે આજે શહીદ જવાનની દફનવિધી થશે. આજે સવારે 9 કલાકે પાર્થિવદેહને પરિવારને સોંપાશે. શહીદ જવાનના ઘરે પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ પાર્થિવ દેહને ઘરેથી મસ્જિદ ખાતે લઈ જવાશે. મસ્જિદ ખાતે નમાજ અદા કર્યા બાદ દફનવિધી થશે.

શહીદ જવાન આરીફ પઠાણનો નશ્વરદેહ વડોદરા એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પરિસરમાં શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. શહીદ જવાન આરીફ પઠાણના નશ્વરદેહને આર્મીના ઉચ્ચ અધિકારીઓઓ દ્વારા પુષ્પાંજલી કરવામાં આવી હતી. વડોદરાના મેયર, સાંસદ, ધારાસભ્યો અને ભૂતપૂર્વ સૈનિકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. લશ્કરના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપીને વીર જવાનને રાજકીય સન્માન આપ્યું હતું. જવાનને શ્રધ્ધાંજલી આપવા મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યાં હતા.

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પરિવારને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તો સીસીઆઇ દ્વારા પરિવારના એક સભ્યને નોકરી આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.

વડોદરાનો આર્મી જવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયો હતો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં જવાન શહીદ થયો હતો. ભારતીય સેનામાં ફરજ બજાવતા અને વડોદરાના નવાયાર્ડમાં રહેતા 24 વર્ષીય આરીફ પઠાણ આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા. આથી શહીદ આરીફ પઠાણ મોહમ્મદ સફીના પાર્થિવદેહને

(12:57 am IST)