News of Tuesday, 23rd July 2019
ઇડર સિવિલ હોસ્પિટલમાં નશાખોર દર્દીએ ડોક્ટર પર કર્યો હુમલો : તોડફોડ પણ કરી
તબીબ પર હુમલો કરતા હોસ્પિટલમાં ભયનો માહોલ
ઇડર સિવિલ હોસ્પિટલમાં નશાની હાલતમાં આવેલા દર્દીએ ડોકટર પર હુમલો કર્યો હતો. આ હુમલા સમયે સિવિલ હોસ્પિટલમાં રિતસરનો ડરનો માહોલ છવાઇ ગયો હતો. નશાની હાલતમાં આવેલા હુમલાખોર દર્દીએ હોસ્પિટલમાં પણ તોડફોડ કરી હતી. જે બાદ ડોકટરે પોલીસને જાણ કરી હતી.
(12:41 am IST)