ગુજરાત
News of Thursday, 24th June 2021

રાજપીપળા લીમડાચોક વિસ્તારમાં આંકડા લખનાર શખ્સને પોલીસે રૂ.૬૧૦ સાથે ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના લીમડા ચોક વિસ્તારમાં આંકડાનો ધંધો કરનાર એક શખ્સને રોકડા રૂપિયા સાથે પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે
  મળતી વિગતો અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે 23 જૂન સાંજે 5 વાગે લીમડા ચોક વિસ્તારમાં રેડ કરતા ત્યાંથી ફીરોઝ નશરૂદ્દિન શેખ (રહે.રાજપીપલા બાવાગોર ટેકરી) નામનો શખ્સ જાહેરમાં વરલી મટકાનો આંક ફરકના આકડા લખી લખાવી લઇ હારજીતનો જુગાર રમી રમાડતા આંકડા લખવાના સાહિત્ય સાથે કુલ મુદામાલ રૂપિયા ૬૧૦ સાથે પકડાઈ જઈ ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:47 pm IST)