ગુજરાત
News of Thursday, 24th June 2021

વડોદરાના વાડી વિસ્તારમાં બે માસુમ બાળાને ચોકોબાર ખવડાવવાની લાલચ આપી શારીરિક છેડછાડ કરનાર યુવાનને પોલીસે ઝડપી પાડયો

વડોદરા:શહેરના વાડી વિસ્તારમાં ચોકોબાર ખવડાવવાના બહાને બે માસૂમ બાળાને બાઇક પર પોતાની આગળ પાછળ બેસાડી બંને સાથે શારીરિક છેડછાડ કરનાર યુવાનને પોલીસે ઝડપી પાડયો છે.

અંગેની વિગત એવી છે કે વાડી વિસ્તારમાં રહેતો ૨૧ વર્ષનો સાહીલ જાફરશા શેખે ગઇકાલે બપોરે વિસ્તારમાં રહેતી અને વર્ષની બાળાને લલચાવી હતી. બંનેને આઇસ્ક્રિમ તેમજ ચોકોબાર ખવડાવવાની લાલચ આપીને સાહીલે બંને બાળાને બાઇક પર લઇ ગયો હતો. એક બાળાને બાઇક પર પોતાની આગળ અને બીજી બાળાને પાછળની સીટ પર બેસાડયા બાદ સાહીલે બંને બાળાઓ સાથે ગેરવર્તણૂંક કરી  હતી.

(5:56 pm IST)