ગુજરાત
News of Thursday, 24th June 2021

વડોદરા:વાઘોડિયા રોડ વિસ્તારમાં ખાડામાં ભરાયેલ પાણીમાંથી આધેડ પુરુષનો મૃતદેહ મળી આવતા રહસ્યના વાદળ ઘેરાયા

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં ખાડામાં ભરાયેલા પાણીમાંથી આધેડ વયના પુરુષનું મૃતદેહ મળી આવતા રહસ્યના વમળો સર્જાયા છે.

વાઘોડિયા રોડ વિસ્તારમાં નારાયણ સ્કૂલ પાસે ખુલ્લા મેદાનમાં પાણીના વરાયેલા ખાડામાંથી આજે સવારે એક મૃતદેહ મળી આવતા લોકોના ટોળા જામ્યા હતા.

બનાવ અંગે પાણીગેટ પોલીસની ટીમ આવી પહોંચી હતી અને ફાયર બ્રિગેડની મદદ લઇ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અજાણ્યો પુરુષ પાણીમાં કેવી રીતે પડ્યો તે બાબતે શંકાના વમળો સર્જાયા છે. મૃતકની ઓળખ માટે પોલીસની ટીમે આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરી હતી તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા હોય તેવા લોકોની પણ વિગતો મેળવી હતી.

(5:55 pm IST)