ગુજરાત
News of Thursday, 24th June 2021

વડોદરાના વાઘોડિયા રોડ નજીક તસ્કરોએ 6 લાખની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા:શહેરના વાઘોડિયા રોડ જલારામ નગરમાં રહેતા રામલાલ ખટીકને ત્યાં ગઈ રાત્રે તસ્કરોએ રૂપિયા 6 લાખની મત્તાની ચોરી કરી છે જે અંગે પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવા ગયા ત્યારે સોના-ચાંદીના દાગીનાના બીલો માંગતા ફરિયાદ નોંધી નહીં અને માત્ર અરજી સ્વીકાર કરી હતી.

વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટી પાસે આવેલી જલારામ નગરમાં રહેતા અને હોટલનો વ્યવસાય કરતા રામલાલ ખટીકના ઘરે ગઈ રાત્રી દરમિયાન નકુચો તોડી તસ્કરોએ ચોરી કરી હતી જેમાં રૂપિયા 3.20 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 6 લાખની મતાની ચોરી થઈ હતી.

અંગે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે રામલાલ ખટીક ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસે સોના-ચાંદીના દાગીનાના બિલો લઈને આવો પછી ફરિયાદ થશે તેમ જણાવ્યું હતું અને આખરે માત્ર અરજી સ્વીકારી હતી.

રામલાલ ઘટી કે પાણીગેટ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે 20 થી 25 વર્ષ જુના દાગીના બીલો નથી તેમ છતાં પોલીસે તેઓની વાત માની નહીં અને બીલ મંગાવવા ફરજ પાડી હતી.

(5:54 pm IST)