ગુજરાત
News of Wednesday, 23rd June 2021

નાંદોદ તાલુકાના ગામની સગીરા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી ધમકી આપનાર સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના એક નાનકડા ગામની સગીર વયની દીકરી પર એક હવસખોર યુવાને બળાત્કાર કરી ધમકી આપતા આમલેથા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર નાંદોદ તાલુકના એક ગામની 13 વર્ષીય સગીરા તારીખ ૨૧/૬/૨૦૨૧ ના રોજ પોતાના ઘરે થી ભેંસ લઇને પોતાના ખેતરે ચરાવવા ગયેલ તે વખતે બપોરના ૧.૦૦ વાગ્યાના સુમારે સગીરાના ગામના અલ્પેશભાઇ મહેંદ્રભાઇ વસાવા મો.સા. લઇ  સગીરા ભેંસ ચરાવતી હતી ત્યા જઇ બળજબરીથી તેનો હાથ પક્ડી નજીકમા આવેલ શેરડીના ખેતરમાં ખેંચીને લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબધ બાધી આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપતા સગીરાની ફરિયાદ બાદ આમલેથા પોલીસે યુવાન વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે.

(1:09 am IST)