ગુજરાત
News of Wednesday, 23rd June 2021

પંચમહાલના જાંબૂઘોડાના નાયબ મામલતદાર 200 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

આવક તથા જાતિના દાખલા માટે આવતા અરજદારો પાસે કાયદેસરની ફી ઉપરાંત લાંચ લેતા હતા

પંચમહાલ જીલ્લાના જાંબૂઘોડા તાલૂકા સેવાસદનની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર માત્ર 200 રૂપિયાની લાંચ લેતા ACB ની ડીકોય ટ્રેપમાં ઝડપાઈ ગયા હતા.આ મામલે ગૂનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનૂસાર આધારભૂત માહિતી મળી હતી કે પંચમહાલ જીલ્લાની જાંબૂઘોડા કચેરી ખાતે મામલતદાર કચેરી, ખાતેના અધિકારી-કર્મચારીઓએ મામલતદાર કચેરીમાં આવક તથા જાતિના દાખલા માટે આવતા અરજદારો પાસે કાયદેસરની ફી ઉપરાંત લાંચ તરીકે રૂ.૧૦૦ થી ૫૦૦ સુધીની રકમ લાંચ તરીકે લેતા હોવાની માહીતી મળી હતી.તેમજ જાહેર જનતાના માણસોને જે તે વખતે ફરીયાદ આપવાનો અવકાશ રહેતો ન હોય જેથી હકીકતની ખરાઇ કરવા સારૂ અને સત્યતા તપાસ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડીકોયરનો સાથ સહકાર મેળવી મામલતદાર કચેરી, જાંબુઘોડા જી- પંચમહાલ ખાતે લાંચના ડીકોય છટકાનું આયોજન કરતા છટકા દરમ્યાન ડીકોયર પાસેથી રાઠવા નવીનભાઇ નારીયાભાઇ, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, જાંબુઘોડા જી- પંચમહાલ રહે.

રૂમ નં-૪, પટેલ કંમ્પાઉન્ડ,એ.પી.એમ.સી. માર્કેટની બાજુમાં, બોડેલી, તા-બોડેલી, જી- છોટાઉદેપુર મુળ રહે. ગામ- સાઘલી તા- પાવી જેતપુર જી- છોટાઉદેપુર. જાતિનો દાખલો કાઢી આપી પંચ-૧ ની હાજરીમાં ડીકોયર પાસે હેતુલક્ષી વાતચીત કરી રૂા.ર૦૦/- ની માંગણી કરી, સ્વીકારી લાંચના ડીકોય છટકામાં પકડાઇ જઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી અને ગેરવર્તણુક કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર ટ્રેપ એસ.એસ.રાઠોડ, પો.ઇ., એ.સી.બી. વડોદરા ફીલ્ડ, વડોદરા તથા સ્ટાફ તેમજ સુપર વિઝન અધિકારી એસ.એસ.ગઢવી, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, દ્વારા કરવામા આવ્યુ હતૂ.

(12:21 am IST)