ગુજરાત
News of Wednesday, 23rd June 2021

આમ આદમી પાર્ટી ડોકટર સેલ દ્વારા મફત ડોકટર ટેલીકન્‍સલ્‍ટેશન હેલ્‍પ લાઇન શરૂ કરાઇ : કોલરને તબીબ માર્ગદર્શન આપશે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં હવે આમ આદમી પાર્ટી ખુબ મોટાપાયે સક્રિય થઇ રહી છે. આમ આદમી પાર્ટી ડોકટર સેલ દ્વારા મફત ડોકટર ટેલીકન્‍સલ્‍ટેશન હેલ્‍પ લાઇન શરૂ કરાઇ છે. જે કોલરને તબીબ માર્ગદર્શન આપશે.
જેમાં આગામી વિધાનસભા 2022ની ચૂંટણીને અનુસંધાને લોકો સુધી પહોંચવા માટે અનેક આયોજન કરાયા છે. જેમાં આજે આમ આદમી પાર્ટી ગુજરાતના ડોક્ટર સેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ફ્રી ડોક્ટર ટેલીકન્સલ્ટેશન હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે. જેનો લાભ ગુજરાતના તમામ લોકો લઇ શકશે. આ માટે તબીબોની વિશેષ પેનલ તૈયાર કરવામાં આવી છે. જે કોલરને તબીબી માર્ગદર્શન આપશે.
આમ આદમી પાર્ટી દ્વારા આજથી અમદાવાદ ઝોન ડોક્ટર સેલ દ્વારા ફી ટેલીકન્ટલ્ટેશનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં હેલ્પલાઇન નંબર 79000 94242 થી અને તારીખ 26 જૂન 2021થી આ સેવા શરુ થશે. જેમાં 10 તબીબોની ટીમ દ્વારા સવારે 10 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી આ સેવા મળી શકશે.
ખાસ કરીને કોરોનાના કારણે હાલ લોકોમાં ચિંતા છે અને દવાખાનાની ફી ન પોસાઇ ત્યારે આ હેલ્પલાઇન લોકોને ઉપયોગી બની રહેશે. તો આ પ્રોજેક્ટમાં આગામી દિવસોમાં અન્ય નિષ્ણાંત તબીબો પણ જોડાશે. જ્યારે ટેલી કન્સલટેશન દરમિયાન દર્દીને વધારે માર્ગદર્શનની જરુર હશે તો તે સુવિધા પણ આપવામાં આવશે. આમ રાજ્યમાં ફ્રી ટેલી કન્સલટેશન સેવા શરુ કરનાર આમ આદમી પાર્ટી પ્રથમ રાજકીય પાર્ટી બની છે.

(12:00 am IST)